Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ફાંસીની સજા પર પ્રતિબંધ મુકનાર અમેરિકાનું 22મુ રાજ્ય બનશે કોલોરાડો

નવી દિલ્હી: કોલોરાડો ફાંસીની સજા નાબૂદ કરનારું 22મુ અમેરિકી રાજ્ય બનવાની તૈયારીમાં છે. સાંસદોએ ડેમોક્રેટિક બહુમતી ધરાવતા સદનમાં મૃત્યુદંડની સજાને રદ કરવાની માંગ કરતા બિલને મંજૂરી

આપી હતી અને તેને રાજ્યપાલ પાસે મોકલી આપ્યું હતું. અમેરિકામાં ડેમોક્રેટ્સ બહમુતી ધરાવતા સદનમાં સાંસદોએ મૃત્યુદંડની સજાને રદ કરવાની માંગ કરતા બિલને મંજૂરી આપીને તેને ડેમોક્રેટિક ગવર્ન:ર જેરેડ પોલિસ પાસે મોકલી આપ્યું હતું. 2009થી મૃત્યુ દંડ રદ કરવાનો આ રાજ્યનો છઠ્ઠો પ્રયાસ છે.

                     ઉલ્લેખનીય છે કે, જેરેડે મૃત્યુદંડને રદ કરતો કાયદો બનાવવાનો નિર્ણય લીધેલો છે અને આ સાથે જ કોલોરાડો મૃત્યુદંડની સજા રદ કરનારૂં 22મુ અમેરિકી રાજ્ય બની જશે. કોલોરાડો રાજ્યમાં 2009 બાદ છઠ્ઠી વખત આ પ્રકારે મૃત્યુદંડ રદ કરવા પ્રયત્ન કરવામાં આવેલો છે. જાન્યુઆરીમાં ડેમોક્રેટ બહુમતી ધરાવતા સીનેટે આ બિલને પાસ કર્યું હતું અને તે પહેલી જુલાઈથી લાગુ થશે. તેનાથી કોલોરાડોમાં ત્રણ લોકોની મૃત્યુદંડની સજા પર કોઈ અસર નહીં પડે જેમને ઘાતક ઈન્જેક્શન આપીને મૃત્યુદંડ આપવાનો છે. જો કે, જેરેડે પોતે તેમના માટે માફી અંગે વિચારણા કરી શકે છે તેવું સૂચન આપ્યું હતું.

(6:30 pm IST)