Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

આ નિવૃત ખલાસીએ ૭૦,૦૦૦ માચીસની કાંડી વાપરીને બનાવી ૪૦૦ વર્ષ જૂના જહાજની પ્રતિકૃતિ

લંડન,તા.૨૮:મેફ્લોવરન શિપના એટલાન્ટિકમાં પ્રવાસને લગભગ ૪૦૦ વર્ષ થવા આવ્યાં છે ત્યારે નિવૃત્ત્। ખલાસી ડેવિડ રેનોલે માચીસની કાંડીની મદદથી

મેફ્લોવરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે. ૬૧ વર્ષના ડેવિડે બનાવેલી પ્રતિકૃતિમાં આ એતિહાસિક જહાજની ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જે માટે લગભગ ૭૦,૦૦૦ જેટલી માચીસની સળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૪ ફુટ ઊંચી અને પાંચ ફીટ લાંબી જહાજની આ પ્રતિકૃતિમાં નાના કદના લંગર અને એક બાજુએ નાના સખત બ્લોકસ પણ મૂકવામાં આવા છે. રેનોલડે જહાજનું પ્રતીક કંડારવા ઉપરાંત ડેક પર નાની લાઇફ બોટ તેમ જ નાનાં હલેસાં અને સીટ પણ બનાવી છે.

લગભગ ૭ કિલો જેટલું વજન ધરાવતી આ પ્રતિકૃતિ લગભગ બે વષમાં કુલ ૯૦૦ કલાકમાં તૈયાર કરાઈ હતી. રેનોલ્ડ મર્ચન્ટ નેવીમાં હતા ત્યારથી જ તેમણે જહાજની પ્રતિકૃતિ તૈયાર કરવાની શરૂઆત કરી હતી. નિવૃત્ત્િ। પછી તેમણે પોતાના આ શોખને ફરી જાગ્રત કર્યો હતો. રેનોલ્ડના ત્રણ બેડરૂમના દ્યરમાં રહેલી વિવિધ જહાજની ૪૦ જેટલી પ્રતિકૃતિઓમાં મેફ્લોવર પણ સમાવિષ્ટ છે. રેનોલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી નોર્થ સી ઓઇલ પ્લેટફોર્મની ર૧ કીટ ઊંચી પ્રતિકૃતિએ માચીસની કાંડીથી તૈયાર કરવામાં આવેલા સૌથી મોટા મોડલનો રેકોર્ડ બનાવ્યો છે. આ મોડલ તેયાર કરવામાં ૧૫ વર્ષ લાગ્યાં હતાં તથા ૪૧ લાખ માચીસની કાંડી વપરાઈ હતી.

(3:41 pm IST)