Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પ્રપોઝ કરતી વખતે કોઇ કોફિન શેપના બોકસમાં માણસનાં દાંતવાળી રિંગ આપે ખરૃં?

ન્યુયોર્ક,તા.૨૮: અમેરિકાના એરિઝોનાના એક ફેસબુક-યુઝરે ગ્રુપમાં મૂકેલા ફોટોગ્રાફથી સૌને અરેરાટી ઊપજી હતી. ફોટોગ્રાફમાં કોફિન શેપના લાકડાના બોકસમાં ચાંદીની વીંટી (પ્રોમિસ રિંગ)ની વચ્ચે ભૂરા રંગનાં બે રત્નોની વચ્ચે માણસનો દાંત ગોઠવેલો હતો. વાંકાચૂંકા આકારની એ વીંટીના ફોટોગ્રાફ જોઈને કેટલાક લોકોએ

'ઘૃણાસ્પદ' અને કેટલાક લોકોએ 'નબળી અને માંદી માનસિક સ્થિતિ' સહિત અણગમો વ્યકત કરતા શબ્દોનો ફેસબુક પોસ્ટની નીચેના લખાણમાં ઢગલો કર્યો હતો. એ ફોટોગ્રાફ પોસ્ટ કરનારી મહિલા શરમજનક સ્થિતિ અનુભવે છે. એ મહિલાએ ફોટોગ્રાફ પોસ્ટ કરતાં લખ્યું હતું, 'મારા બોયફ્રેન્ડે ઘૂંટણિયે પડીને મને પ્રપોઝ કરતી વેળા લાકડાના ટચૂકડા કોફિનમાંથી આ વીંટી ભેટ આપી હતી.

(3:41 pm IST)