Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મલેશિયન એકટર દંપતીએ ઝુમ્મરની ડિઝાઇનવાળી વેડિંગ કેક કાપીને મહેમાનોને ખુશખુશાલ કરી દીધા

લંડન,તા.૨૮: મલેશિયાના એકટર્સ ઝાહીરા મેકવિલ્સન અને એમાન હકીમ રેઝદાનાં લગ્ન ૨૦ ફેબ્રુઆરીએ ભપકાથી પાર પડ્યાં. સોશ્યલ મીડેયા અને એન્ટરટેઇનમેન્ટ ન્યુઝ વેબસાઈટ્સ પર એ લગ્નની ઘણી ચર્ચા હોય એ સ્વાભાવિક છે, પરંતુ લગ્નનાં અનેક આકર્ષણોમાં એક તેમની વેડિંગ કેકનું આકર્ષણ હતું. કવાલા લમ્પુરની ફેમસ લીલી એન્ડ લોલા કેક શોપમાંથી ઝુમ્મરના આકારની કેક કાપવામાં આવી ત્યારે એને નિહાળવામાં જ ઘણા ખુશખુશાલ થઈ ગયા હતા. લીલી એન્ડ લોલા શોપના માલિકોમાંથી એક લીલી ઓસ્માનિયા અને તેની બહેન આલ્યાએ ઘણા વખતથી ઝુમ્મર એટલે કે શેન્ડેલિયર કેક બનાવવાનું વિચાર્યું હતું,  પરંતુ એને માટે ઉચિત અવસરની રાહ જોતાં હતાં. એમાન અને ઝાહીરાનાં લગ્નને યોગ્ય અવસર માનીને તેમણે દેખાવમાં અને સ્વાદમાં મજેદાર કેક બનાવીને આપતાં યજમાન મહેમાન અને દુકાન ત્રણેય ખુશ થઈ ગયાં હતાં. કેકની કિંમત ૧૦,૦૦૦ રિન્ગિટ (અંદાજે ૧.૭ર લાખ રૂપિયા) હતી.

(3:40 pm IST)