Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વાયરસે ઉપાડો લેતા 'કોરોના' બ્રાન્ડ બિયરનો કોઈ ભાવ પણ પૂછતુ નથી

ઈમેજ ધૂળમાં: માંગ ૨ વર્ષના તળિયે

લંડન, તા. ૨૮ :. કોરોના વાયરસનો ભોગ માત્ર સામાન્ય લોકો જ નથી બન્યા, વિશ્વની લોકપ્રિય બિયર બ્રાન્ડ પૈકી એક કોરોના બિયરને પણ નામના કારણે ફટકો પડયો છે. કોરોનાના ભયથી આ નામનું બિયર પણ વિવિધ મિમ્સનો વિષય બન્યું છે. તેને લગતા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર થઈ રહ્યા છે.

'કોરોના બિયર વાયરસ' અને 'બિયર કોરોના વાયરસ' જેવા ઓનલાઈન સર્ચમાં થયેલા અહેવાલ દર્શાવે છે કે આ મેકિસકન બિયરને તેના નામના કારણે સહન કરવું પડયુ છે. અમેરિકામાં પુખ્તવયના લોકો આ બિયર પીવા ઉત્સુક નથી. તેથી બિયરની માંગ છેલ્લા બે વર્ષના નીચા સ્તરે પહોંચી છે, તેમ એક ડેટા જણાવે છે. તાજેતરના દિવસોમાં કોરોનાના ચેપનો ફેલાવો થતા બ્રાન્ડને થયેલુ નુકસાન વધારે ગંભીર બન્યુ છે. કોરોના બિયરનું ઉત્પાદન કરતી કોન્સ્ટેશન બ્રાન્ડના શેર ન્યુયોર્કમાં આ સપ્તાહે આઠ ટકા ઘટયા છે.

કોરોના બઝ સ્કોર જે અમેરિકામાં કેટલા પુખ્ત લોકો તેની બ્રાન્ડ અંગે હકારાત્મક કે નકારાત્મક વલણ ધરાવે છે તેનો સ્કોર વર્ષના પ્રારંભના ૭૫થી ઘટીને ૫૧ થયો છે. એમ રિસર્ચ સંસ્થા YouGov એ જણાવ્યું હતું. કોરોનાનું નામ સૂર્યના કોરોનામાંથી આવ્યુ છે તેને વાયરસ સાથે કોઈ લેવા દેવા નથી. કોરોના અમેરિકામાં ત્રીજા નંબરની સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે એમ YouGov રેન્કીંગમાં જણાવાયુ હતું. ગિનીઝ સૌ પ્રથમ અને હાઈનીકેન બીજા ક્રમની બ્રાન્ડ છે. આ ઉપરાંત કોરોનાની માંગમા થયેલા ઘટાડાનું કારણ એ છે કે કોરોના ઉનાળામાં પિવાતુ પીણુ છે. તે બીચ હોલિ ડે સાથે જોડાયેલુ છે. એમ YouGovના બીઝનેશ ડેટા જર્નાલિસ્ટે બુધવારે પ્રકાશિત થયેલા લેખમાં જણાવ્યુ હતું.

(3:33 pm IST)