Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આ ભાઇએ ઘરમાં ચિહુઆહુઆ પ્રજાતિના ૩૭ ડોગીઝ પાળ્યા છે

ન્યુયોર્ક તા ૨૮ : અમેરિકાના મેરિલેન્ડમાં બોબી હમ્ફે નામના બોડીબિલ્ડરને ડોગ્સ ગમતા ખરા, પણ તેને નાની પ્રજાતિના ડોગીઝ પાળવાનું નહોતું ગમતુંતેને હંમેશા લાગતું કે તેના ઘરમાં જે પ્રાણીઓ પાળવામાં આવે એ તેના જેવા જ હટ્ટાકટ્ટા અને તેની પર્સનાલીટીને શોભે એવા હોવા જોઇએ. ચિહુઆહુઆ એ સોૈથી ટચુકડા કદની શ્વાનની પ્રજાતિ છે. આવાં ગલુડિયા જેવા ડોગીઝ પાળનારાા તેના દોસ્તોની બોબી મજાક પણ ઉડાવતો.જોકે બે વર્ષ પહેલાં કેટલીક ઘટનાઓ એવી ઘટી કે તેના ઘરમાં એક-બે નહીં, સંખ્યાબંધ સ્મોલ ડોગ્સ આવી ગયાં તેના ફ્રેન્ડે લેડી નામની એક ચિહુઆહુઆ ડોગી પાળેલી. આ ડોગી તેના દોસ્ત સાથે જે પ્રેમ અને કાળજીપુર્વક વર્તતી એ તેણે જોયેલું અને કયારેક તે લેડી ડોગ સાથ ેમજાક ખાતર રમી પણ લેતો.જોકે બે વર્ષ પહેલાં તેના જીવનમાં જબરી ઉથલપાથલ થઇ.તેની વાઇફ સાથે ઝઘડા વધવાથી તે ડિવોર્સ લઇને જતી રહી. એ જ વખતે તેને ખંભામાં ઇન્જરી થતાં પથારીમાંઆરામ કવો પડે એવી સ્થિતી આવી. તે ડિપ્રેશનમાં સરી પડેલો, એવામાં લેડી ડોગ પાળનારો દોસ્ત તેની પાસે આવ્યો અને તેણે થોડાક દિવસ માટે આ ડોગીને રાખવાની રિકવેસ્ટ કરી. બોબી ડિપ્રેશનમાં હતો ત્યારે આ નાનકડી ડોગીએ જે ધરીજ અને શાંતિપુર્વક તેને સાથ આપ્યો એ જોઇને થોડાજ દિવસમાં તે તેના પ્રેમમાં પડી ગયો. તેને ડર લાગવા લાગ્યો કે જો તેનો દોસ્ત આ ડોગીને પાછી લઇ જશે તો શું થશે ?એટલે તેણે આ જ પ્રજાતિના બીજા બે-ત્રણ ડોયીઝ પાળી લીધા. છેલ્લા બે વર્ષમાં તેણે જયાંથી પણ ગમી જાય એ ડોગ્સ લઇ લેવાનું શરૂ કરતાં હાલમાં સ્થિતી એ છે કે તેના ઘરમાં ૩૭ ટચુકડા ડોગીઝ રહે છે. તેના જાયન્ટ કદના ડોગીઝ જાણે સાઇડલાઇન થઇ ગયા છે.

(3:51 pm IST)