Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રોજ એક ચમચી જીરાનું સેવન કરવાથી ત્રણ ગણું વજન ઘટે છે

જીરૂ, એક એવો મસાલો છે કે જેને ખાવથી સારો સ્વાદ અને સુગંધ આપે છે. તેનો ઉપયોગ માત્ર ખાવા પુરતો જ સીમિત નથી પરંતુ, તેના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણા બધા લાભો છે. ઘણા રોગોને મટાડવા માટે દવા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. જીરામાં લોહતત્વ, મેગ્રેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. જીરાનો ઉપયોગ મોટા ફાયદો એ છે કે જલ્દીથી વજન ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.

જીરાનું સેવન કરો અને વજન ઘટાડો :

વજન ઘટાડવા માટે જીરૂ ખુબજ ઉપયોગી છે. એક તાજા અખબાર દ્વારા  જાણવા મળ્યું છે કે જીરાનું સેવન કરવાથી શરીરમાં રહેલા નાકામાં અવશેષો દુર થાય છે જેના માધ્યમથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી જીરૂ નાખીને આખી રાત સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને ઉકાળીને ગરમ ચાની જેમ પી જાઓ અને વધેલા જીરાને ખાય જાવો.

જીરાનું રોજ સેવન કરાવથી શરીરમાં રહેલી અનાવશ્યક ચરબી દુર થાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ચૂર્ણ ને લીધા પછી ૧ કલાક સુધી કઈ પણ ન ખાઓ. હિંગ, કાળું મીઠું અને જીરૂ સમાન માત્રામાં લઈ ને ચૂર્ણ બનાઓ. ૧-૩ ગ્રામની માત્રામાં દિવસમાં બે વાર દહીંની સાથે લેતા વજન ઘટાડી શકાય છે. આ ઉપરાંત શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.

આ વાતનું પણ ધ્યાન રાખો :

આ દવા ને લીધા પછી રાત્રે બીજી વસ્તુન ખાવી. જો કોઈ વ્યકિત તમાકું,  ગુટકા કે પછી માંસાહાર વસ્તુ ખાય તો તે વ્યકિત એ આ વસ્તુને છોડ્યા પછી જ આ દવા ફાયદાકારક બનશે. રાત્રે ભોજન કર્યા પછી કમસે કમ બે કલાક પછી આ દવા લેવી. જીરાનું રોજ સેવન કરવાથી શરીરમાં રહેલ ઈમ્યુન સીસ્ટમમાં પણ વધારો થાય છે અને શરીરમાં રહેલ ઉર્જાનું પ્રમાણ પણ વધે છે. વજન ઘટાડવા સિવાય શરીરમાં રહેલી કેટલીક બીમારીનું પણ દુર કરે છે અને પેટની કોઈ પણ સમસ્યામાં જીરાનું સેવન કરવાથી તણે લાભકારી નીવડે છે.

(10:32 am IST)