Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

કોલંબિયામાં અધિકારીઓએ 504 બેગમાં લીકવીડ કોકેઈન ભરેલ 20 હજાર નાળિયેર પકડી પાડયા

નવી દિલ્હી: વિશ્વભરમાં પ્રતિબંધિત ડ્રગ્સની હેરફેર કરવા માટે ડ્રગ્સ તસ્કરો અવનવા નુસખા શોધી કાઢે છે. કોલંબિયામાંથી આવી એક ડ્રગ્સ તસ્કરી અધિકારીઓએ પકડી પાડી છે. અહીં અધિકારીઓએ 504 બેગમાં ભરેલા 19,780 નારિયેળને જપ્ત કર્યા છે. જેમાંથી પ્રવાહી કોકેઈન મળી આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નારિયેળમાંથી પાણી કાઢી લેવામાં આવ્યું છે અને તેની જગ્યાએ લીકવીડ કોકેઈન ભરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બધા નારિયેળ શંકાસ્પદ જણાતા તેને લેબોરેટરી ટેસ્ટીંગ મોકલવામાં આવ્યા હતા. અત્યારે આટલી મોટી સંખ્યામાં મળી આવેલા નારિયેળમાં કુલ કેટલા કિલો ડ્રગ્સની હેરફેરની કોશિશ કરવામાં આવી છે તેનું આકલન કરવામાં આવી રહ્યું છે. કોલંબિયાથી પાર્સલ ઈટાલી પહોંચવાનું હતું. કોલંબિયન અધિકારીઓએ ઈટાલીના અધિકારીઓને પણ વિશે માહિતગાર કર્યા છે અને તેમના દેશમાં પ્રવર્તમાન ડ્રગ્સ ટ્રાફિકિંગ વિશે માહિતી એકથી કરવા જણાવ્યું છે. પાર્સલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે અને લગભગ 20 હજાર જેટલા નારિયેળમાં ભરવામાં આવેલ પ્રવાહી કોકેઈન પાછળ કામ કરી રહેલા ડ્રગ્સ માફિયાઓની તપાસ ચાલી રહી છે.

(6:36 pm IST)