Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ભારત સામે પાકિસ્તાનને સતત લડતું રાખવા ચીને આપ્યો તોપનો જથ્થો

નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૯માં પહાડી વિસ્તારમાં કામ કરતી તોપનો કરાર થયો હતો. હવે  તેનો પહેલો જથ્થો પાકિસ્તાનને મળી ગયો છે. ભારત સામે પાકિસ્તાન સતત લડતું રહે તે માટે ચીને હરકત કરી છે. ચીનની ડિફેન્સ કંપની નોરિન્કોએ પાકિસ્તાનને પહાડી વિસ્તારોની તોપ આપી છે. ભારત સામે પાકિસ્તાન લડતું રહે તે માટે ચીને ૨૦૧૯માં કરાર કર્યો હતો. કરારના ભાગરૃપે ભારતની માઉન્ટેઈન તોપ વજ્રને જવાબ આપવા માટે પાકિસ્તાનને ૨૩૬ એસએચ-૧૫ તોપ આપી છે. વ્હિકલ માઉન્ટેડ તોપ પાકિસ્તાન કાશ્મીરની સરહદે તૈનાત કરશે. ૨૦૧૯માં ચીન અને પાકિસ્તાન વચ્ચે ભારતીય રૃપિયા પ્રમાણે ૩૮૦૦ કરોડ રૃપિયાનો સોદો થયો હતો. તે ઉપરાંત ગન અને હાઈપરસોનિક મિસાઈલો પાકિસ્તાનને મળે એવી પણ શક્યતા છે. તે અંગેની વાટાઘાટો ચાલી રહી છે. ચીનની ડિફેન્સ કંપની પાકિસ્તાનને એઆર-૩૦૦ એમએમ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પણ આપશે. પાકિસ્તાન ભારતીય રોકેટ લોન્ચરનો જવાબ આપી શકે તે માટે ચીન મદદ કરશે. ભારત-પાકિસ્તાનની સરહદે સતત સંઘર્ષ રહે એવું ષડયંત્ર ચીને ઘડયું છે અને તેના ભાગરૃપે ચીન પાકિસ્તાનને લશ્કરી સહાય કરે છે.

(6:35 pm IST)