Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ભારત માટેના કોરોના વાયરસને લઈને ટેસ્ટિંગ માટેના નિયમો કેનેડાએ હટાવી દીધા

નવી દિલ્હી: હવે ભારતથી કેનેડાનો પ્રવાસ સરળ થશે. ઓટાવાએ ઈન્ડિયા સ્પેસિફિક કોવિડ-19 ટેસ્ટિંગની જરૂરિયાતને હટાવી દેવાના લીધેલા નિર્ણયને પગલે અગાઉ ગૂંચવાડા ભરેલી બનેલી મુસાફરી હવે સહેલાઈથી થઈ શકશે. કેનેડાની સરકારે ભારત માટેની ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડતાં જણાવ્યું હતું કે હવે ભારતમાંથી કેનેડા આવવા માટે ફ્લાઈટમાં બેસતાં પહેલાં દિલ્હી એરપોર્ટ ખાતે આવેલી એકમાત્ર લેબોરેટરીમાંથી RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત નથી. અંગે તાજેતરમાં કેનેડાની સરકારે ભારત માટેની ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડતાં જણાવ્યું હતું કે હવે ભારતમાંથી કેનેડા આવવા માટે ફ્લાઈટમાં બેસેતાં પહેલાં દિલ્હી એરપોર્ટ ખાતે આવેલી એકમાત્ર લેબોરેટરીમાંથી RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત નથી. જોકે હાલ વિશ્વમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, એવા સંજોગોમાં ફ્લાઈટમાં બેસતાં પહેલાં નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ આપવો જરૂરી છે. જોકે હવે રિપોર્ટ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ની માન્યતાપ્રાપ્ત કોઈપણ લેબમાંથી કરાવી શકાશે.

(6:34 pm IST)