Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાષ્ટ્રીય સ્તર પર કોવીડ-19ની રસીને સમર્થન કરશે

નવી દિલ્હી: કોરોના વાયરસથી પરેશાન અફઘાનિસ્તાનમાં તાલિબાન રાષ્ટ્રીય સ્તર પર તેની રસીને સમર્થન આપવાનું એલાન કરી રહ્યું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાને જણાવ્યું છે કે કોરોના વાયરસથી રાહત મેળવવા માટે રસીનું સમર્થન કરવું જ પડશે.ઘણા વર્ષોમાં આ પ્રથમ અવસર મળી છે જયારે તાલિબાને અફઘાન સરકારના કોઈ મુદ્દા પર સહમતી વ્યક્ત કરી છેઅને આ કામમાં સરકારની મદદ કરવા માટે પણ તૈયાર થયું છે. તાલિબાન તરફથી આવેલ આ સમર્થનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

(5:23 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • ઉનાના સૈયદ રાજપરાના દરિયામાં 15 નોટીકલ માઈલ દૂર બોટ ડૂબી :ગણેશ નામની બોટે જળસમાધી લીધી: અચાનક પાણી ભરાતા બોટ ડૂબી ગઈ : બોટમાં સવાર 7 ખલાસીઓનો અન્ય બોટે બચાવ્યા. access_time 8:42 pm IST

  • કેરળમાં આજે સવારે ૨૪ કલાકમાં ૫૬૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં એકવીસસો નવા કેસ નોંધાયા છે જેમાં મુંબઈમાં ૪૩૪ કોરોના કેસ થયા છે: ગુજરાત દેશભરમાં સાતમા નંબરે, માત્ર ૩૫૩ કોરોના થયા છે: પશ્ચિમ બંગાળમાં પણ નજીવા ૨૩૪ કેસ: દેશભરમાં સર્વત્ર કોરોના કેસમાં એકધારો ઘટાડો નોંધાતો જાય છે: સૌથી ઓછા પુડુચેરીમાં ૨૪ અને હિમાચલમાં ૩૯ કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાયા છે access_time 11:22 am IST