Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અફઘાનિસ્તાનમાં પોલિયો અભિયાનની શરૂઆત કરવામાં આવી: 91 લાખ બાળકોને રસી મુકાવવાનું લક્ષ્ય

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં પોલિયો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત અફઘાન પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રીએ સોમવારના રોજ પાંચ વર્ષથી ઓછી વયના ઓછામાં ઓછા 91 લાખ બાળકોને લક્ષિત કરતા એક રાષ્ટ્રવ્યાપી  પોલીયોની રસી આપવાનું અભિયાન શરૂ કરી દીધું હોવાનું માલુમ પડી રહ્યું છે.

                વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખરાબ વાતાવરણના કારણોસર બામિયાન,દયાકુંડી,ઘોર અને બાંદગી વિસ્તારમાં  પોલીયોની રસી આપવાનું અભિયાન નથી ચલાવવામાં આવ્યું તેમજ અભિયાન ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં પોલિયોના 29 કેસ સામે આવ્યા પછી શરૂ કરવામાં આવ્યું છે.

(5:55 pm IST)