Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પાકિસ્તાનના લાહોરમાં અત્તરના કારખાનામાં વિસ્ફોટ થતા આગ ભભૂકી ઉઠી: 11ના મૃત્યુ:2 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વી શહેર લાહોરમાં  એક અત્તરના કારખાનામાં સિલેન્ડર વિસ્ફોટ થતા બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બનતા અફડાતફડી મચી જવા પામી હતી દુર્ઘટનામાં કુલ 11 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 2 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. બચાવ કર્મીએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી લીધી છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:55 pm IST)