Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઇરાનના ઇસફાહાન પ્રાંતમાં બસ પલ્ટી ખાતા ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ: 18 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાનના ઇસફાહાન  પ્રાંતમાં મંગળવારના રોજ સવારના સમયે એક બસ પલ્ટી ખાતા ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 18 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઇસફાહાનના સીપાહન શહેરમાં બસ પલ્ટી ખાતા ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે. કહેવાય રહ્યું છે કે બસ ચાલકને ઊંઘ આવી જવાના કારણોસર દુર્ઘટના સર્જાઈ હતી.

(5:54 pm IST)