Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

૧૦ વર્ષની વયે ૧૯૩ કિલો વજન હતું ૧૪ વર્ષે હવે છે માત્ર ૮૩ કિલો

એક સમયે વિશ્વના સૌથી મેદસ્વી ગણાતા કિશોરે ચાર વર્ષમાં ૧૧૦ કિલો વજન ઘટાડતાં હવે તે માત્ર ૮૩ કિલોનો છે.

જાકાર્તા તા.૨૮: એક સમયનો વિશ્વનો સૌથી વધુ વજન ધરાવતો ઇન્ડોનેશિયાનો છોકરો ચાર વર્ષની મહેનત બાદ અંદાજે ૧૯૩ કિલો વજનમાંથી ઘટીને ૮૩ કિલોગ્રામ થયું છે. વજન ઘટ્યા બાદ આર્ય પરમનાનો ફોટો તેના ટ્રેઇનર અને બોડી બિલ્ડર આદે રાયે ઓનલાઇન પોસ્ટ કર્યો છે.

૧૦ વર્ષની વયે ૧૯૩ કિલો વજન ધરાવતો આર્ય ચાર વર્ષ પછી હવે ૮૩ કિલોનો છે. શરૂઆતમાં આર્યને ઊઠવા-બેસવામાં તેમ જ પન્ચિંગ બેગને મુક્કો મારવા જેવા સામાન્ય મનાતાં કાર્યોમાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી. વજન ઉતારવા માટે કસરતો સાથે ખાવાપીવાની આદતોમાં પણ ફેરફાર કરવો જરૂરી હતો. ખાવાપીવાનો શોખીન હોવાથી શરૂમાં તે આ ચીજો માટે ખૂબ કંટાળો કરતો, પણ જેમ-જેમ તેના શરીરમાં ફરક જણાતો ગયો તેમ-તેમ તેને આનંદ આવવા લાગ્યો. હવે તે પોતાના વજનથી ઘણો ખુશ છે અને ખુબ એકિટવ ફીલ કરે છે. જોકે વજન ઊતરવાને કારણે તેની ચામડી લચકી પડી છે જેને સર્જરી કરી હાથ, છાતી અને પેટ પરની કાઢવી પડશે. વધુ વજન ધરાવતા લોકો માટે આર્ય એક પ્રેરણારૂપ છે. જો આર્ય જેવો મેદસ્વી છોકરો વજન ઘટાડી શકે તો તેઓ કેમ નહીં.

(3:21 pm IST)