Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ફિલિપીનમાં મોલમાં આગની ઘટનામાં મૃતકોની સંખ્યા 38એ પહોંચી

નવી દિલ્હી: ફિલિપીનના દક્ષિણી શહેર દેવાઓમાં આવેલ એનસીસી મોલના એક સુરક્ષા કર્મીના મોતની સાથે અહીંયા આગ લાગવાના કારણે મૃતક આંક વધીને 38નો થઇ ગયો છે.શહેરના મેયર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે અધિકારીઓના મોત દેવાઓના એનસીસી મોલમાં ચોથા માળે લાગેલ આગમાં ફસેલ લોકોને બચાવવા જવાના સમયે આ ઘટના બની હતી જેમાં અધિકરીઓના પણ મોત નિપજ્યા છે.હજુ સુધી ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

(7:00 pm IST)