Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગાંજાના ડીલરે જે કારને ટેકસી માનીને લીફટ લીધી એ પોલીસની વેન નીકળી

લંડન તા. ર૭ :.. ડેન્માર્કના ક્રિસ્ટિનિયા ડીસ્ટ્રીકટમાં એક ડ્રગ-ડીલરે રાતના સમયે ઘરે જવાની ઉતાવળમાં એક ટેકસી પાસે લીફટ માગી.  ગાડી આવીને રોકાઇ એટલે તે ઝટપટ અંદર બેસી ગયો. જો કે એ પછી તેને ખબર પડી કે આ તો પોલીસની વેન છે ક્રિસ્ટિનીયા વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સની તસ્કરી થતી હોય છે. એટલે સ્થાનીક પોલીસ ખૂબ સજાગ રહેતી હોય છે. પોલીસે  આ માણસની પાસેની બેગો તપાસી તો એમાંથી એક હજાર જેટલાં ગાંજાનાં પેકેટસ નીકળ્યાં. પોલીસ તેને ઘરની બદલે પોલીસ થાણે લઇ ગઇ અને ડ્રગ્સની હેરાફેરીનો કેસ નોંધાતાં ભાઇ ડાયરેકટર જેલમાં પહોંચી ગયા.

(11:53 am IST)