Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ચાઇનીઝ કોર્ટે વેબસાઇટ પર ૩૯ માળનો ટાવર ૫.૪૧ અબજ રૂપિયામાં વેચવા કાઢ્યો

બીજીંગ તા.૨૭: ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ વેબસાઇટ અલીબાબાની તાઓબાઓ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર ચીનની એક કોર્ટે ૩૯ માળનો ટાવર વેચવા કાઢ્યો છે. શાંકસી પ્રાંતના તાઇયુઆન શહેરમાં બનેલો ૩૯ માળનો ટાવર એની જમીન સાથે વેચવાનો છે. ૧૫૬ મીટર ઊંચા આ બિલ્ડિંગમાં ૭૬૦૦૦ સ્કવેર મીટરની ફલોર-સ્પેસ છે. ૨૦૦૬માં આ બિલ્ડિંગ બંધાવાનું શરૂ  થયેલું, પરંતુ ૨૦૧૦માં ફન્ડિના અભાવે કન્સ્ટ્રકશન અટકી ગયેલું. બેન્કની લોન ભરપાઇ ન કરવા બદલ જપ્ત થયેલી આ એસેટને હાઇ કોર્ટે હરાજીમાં વેચવા કાઢી છે.જોકે એ માટે તાઓબાઓ વેબસાઇટ પર ખાસ ઓકશન-અકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. બીજી જાન્યુઆરીએ એની ફાઇનલ બોલી બોલાશે. જોકે એ માટે બોલીની શરૂઆત ૫૫૩ મિલ્યન યુઆન એટલે કે લગભગ ૫.૪૧ અબજ રૂપિયાથી શરૂ થશે.

(11:47 am IST)