Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ડાબોડીઓ નાસ્તિક હોય એવી સંભાવના વધુ

નવી દિલ્હી, તા. ૨૭ :. આમ તો તમે કયા હાથે કામ લો છો એ તો પ્યોર શારીરિક બાબત છે, પરંતુ ફિનલેન્ડના રિસર્ચરોનું કહેવુ છે કે, વ્યકિતની માન્યતા અને બિહેવિયર પર પણ એની અસર પડે છે. ઓઉલુ યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ઉદ્યોગીકરણ થયું એ પહેલા પેઢી દર પેઢી આસ્થાનો વારસો પણ આગળ વધતો હતો. એને કારણે પોતાની પારિવારીક કે સામાજિક સમજણને તેઓ વળગી રહેતા. આવા સંજોગોમાં સોશ્યલ બિહેવિયર અને માનસિક સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. જો કે મોડર્ન જમાનામાં એ જ લોકો ધાર્મિક વલણ ધરાવે છે. જેમનામાં પેઢીઓ જૂની ધાર્મિકતા વણાયેલી છે. વ્યકિતની ધાર્મિક આસ્થા બાબતે સંશોધન કરતી વખતે ફિનલેન્ડના નિષ્ણાતોને આ બાબતે મહત્વની ભૂમિકા ભજવાતા જિનેટિકલ પરિબળો પણ ધ્યાનમાં આવ્યા છે. તેમનું કહેવંુ છે કે કેટલાક જિનેટિકલ બદલાવોને કારણે વ્યકિત ભગવાનમાં ઓછી અથવા તો નહીંવત શ્રદ્ધા ધરાવે છે. ડાબોડીઓમાં આ પ્રકારના જનીનગત બદલાવ વધુ જોવા મળે છે. મતલબ કે ડાબોડીઓ નાસ્તિક હોય એવી સંભાવના વધુ હોય છે.

(11:46 am IST)