Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વજન ઘટાડવા પ્રોટીન-બાર કે પ્રોટીન-શેક તમે લો છો ? તો ફાયદો નહીં નુકસાન થશે

નવી દિલ્હી, તા. ૨૭ :. આજકાલ પ્રોટીન-રિચ ડાયટ ખાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો વધુ પ્રોટીન લઈને વજન ઉતારવા, ફિગર બનાવવા અને મજબૂત થવાનો પ્રયત્ન કરે છે. જો કે લંડનના અભ્યાસકર્તાઓનું કહેવુ છે કે પ્રોટીન ડાયટ માટે તમે શું ખાઓ છો ? એ ખૂબ અગત્યનું છે. જો પ્રોટીનના સોર્સ તરીકે તમે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવાને બદલે પ્રોટીનયુકત બાર્સ ખાવાની આદત રાખતા હશો તો એ નુકસાનકારક છે. એક પ્રોટીન બારમાં એક હેમ્બર્ગર જેટલી ફેટ હોય છે. લંડનના ડો. ડેનિયલ ફેન્ટનનું કહેવું છે કે, પ્રોટીન-બાર કે પ્રોટીન-શેક હેલ્ધી લાઈફ-સ્ટાઈલ સપ્લિમેન્ટસ તરીકે નિયમિતપણે વાપરવાની સ્વાસ્થ્ય જોખમાય છે. જો આ ચીજો રેગ્યુલર અને સંતુલિત ડાયટની સાથે ન લેવામાં આવે તો એનાથી ફાયદા કરતા નુકસાન થઈ શકે છે. વજન ઉતારનારા લોકો પ્રોટીન-શેક કે બારને હેલ્ધી સમજીને ભૂખ લાગે ત્યારે બેફામ લે તો એનાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે. પ્રોટીન-બાર જો તમે પેટ ભરવા માટે ખાતા હો તો એનાથી તમારૂ વજન ઓવરઓલ વધશે. એકસરસાઈઝ કરતા પહેલા કે પછી મસલ્સની રિકવરી માટે જરૂરી પ્રોટીન માટે બાર કે શેક નિયંત્રીત માત્રામાં લેવામાં આવે તો જ એ ફાયદાકારક છે.

(11:44 am IST)