Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગર્ભાશય ફાડીને પેટમાં જ જન્મી ગયેલા બાળકને ડોકટરે ૩૦ સેકન્ડના ઓપરેશનથી બચાવી લીધું

લંડન તા.૨૭: લંડનમાં મસીના ફ્રોસ્ટ નામની મહિલાએ તાજેતરમાં સેફિના નામની દીકરીને જન્મ આપ્યો એ મેડિકલ મિરેકલથી કમ નથી. મસીનાની આ બીજી ડિલિવરી હતી. પહેલી ડિલિવરી દરમ્યાન તેનું યુટ્રસ અંદર સહેજ ફાટી ગયું હતું અને છતાં તાત્કાલિક સિઝેરિયન દ્વારા બાળકને બચાવવામાં આવ્યું હતું. આ બાળક નવ મહિનામાં મૃત્યુ પામ્યું. મસીના બીજા બાળકને જન્મ આપવા માગતી હતી, પણ એક વાર ફાટેલા ગર્ભાશયમાં ગર્ભ ધારણ કરવો બાળક અને મમ્મી બન્નેના જીવ માટે જોખમ હતું. એમ છતાં મસીનાએ બીજી વાર ગર્ભધારણ કર્યો. લગભગ આઠમો મહિનો પૂરો થવા આવ્યો હતો અને તે સતત ડોકટરની નિગરાનીમાં હતી. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં એન્ડુ શેનન નામના ડોકટર સાથે તે વાત કરી રહી હતી અને અચાનક જ તેને પેટમાં તીવ્ર દુખાવો થયો.ડોકટરે પેટ પર હાથ રાખ્યો અને ગર્ભનાળ તપાસતાં તેમને સમજાઇ ગયું કે તેનું ગર્ભાશય પૂરેપૂ રું ગયંુ છે. ગર્ભાશય ઉપરની તરફ એટલે કે પેટના અવયવોની તરફતી ફાટ્યું હતું અને બાળક બહાર નીકળવાને બદલે પેટમાં ઊડું જતું રહ્યું હતું. ડોકટરે કોઇનેય પૂછયા વિના તરત જ ઇમર્જન્સી સિઝેરિયનની ટીમ સાબદી કરી દીધી. મસીના ઓપરેશન-થિયેટરમાં દાખલ થઇ એ દરમ્યાન જ તેને એનેસ્થેસિયા અપાઇ ગયો અને ઓપરેશન-ટેબલ પર મૂકયાની ૩૦ સેકન્ડમાં તો પેટ પર કાપો મૂકીને બાળકને બચાવી લેવાયું. હાલમાં સેફિના એક મહિનાની થઇ છે અને મા-દીકરી બન્ને હેલ્ધી છે. પેટમાં જન્મી ગયેલું બાળક જીવિત રહે અને બહાર આવ્યા પછી બચે એવું ભાગ્યે જ બનતું હોય છે.

(11:44 am IST)