Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોં ફ્રેશ રાખવા પેપરમિન્ટ નહીં, જાયફળ વાપરો

નવી દિલ્હી, તા. ૨૭ :. મેન્થોલવાળી ચીજ મોંમા નાખતા જ એકદમ ઠંડક પ્રસરી જાય છે. મોટા ભાગે લોકો મેન્થોલનો ઉપયોગ ઉચ્છવાસ ફ્રેશ રાખવા માટે કરે છે. જો કે સાયન્ટિસ્ટોએ શોધ્યુ છે કે, જાયફળની ફલેવરથી એટલી જ ઠંડક મોંમા ફીલ થાય છે. જાયફળમાં રહેલો નીઓલિગ્નેન નામનો ઘટક મિન્ટ ફલેવર કરતા ત્રણ ગણા વધુ સમય સુધી મોંમા રહે છે. એ જ કારણોસર હવે જાયફળને ચ્યુઈગ ગમમાં અ્ને પેપરમિન્ટમાં કેવી રીતે વાપરી શકાય એના પર સંશોધન ચાલી રહ્યું છે. જાપાનસ્થિતકાઓ કોર્પોરેશન નામની કેમિકલ કંપનીના રિસર્ચરોએ સેંકડો વનસ્પતિઓ અને તેજાનાનું સ્ક્રીનિંગ કરીને તારવ્યું હતુ કે સૂ કું જાયફળ મેન્થોલ જેવી જ ઠંડક પેદા કરે છે. એમાં રહેલુ ખાસ ઘટક મેન્થોલ કરતા ૩૦ ગણું વધુ શકિતશાળી છે. અભ્યાસકર્તાઓએ એ પણ પ્રયોગ કર્યો હતો કે જો જાયફળમાંના કેમિકલમાં સહેજ બદલાવ કરવામાં આવે તો એ ૧૧૬ ગણુ વધુ પાવરફુલ બની શકે છે. સ્ટડીમાં નોંધાયુ હતુ કે જાયફળને કારણે કુલિંગ ઈફેકટ ૩૦ મિનીટ સુધી રહે છે જે મેન્થોલ કરતા ત્રણ ગણી છે.

(11:43 am IST)