Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

હેલ્ધી ડાયટમાં માત્ર કેલરી જ ન ગણો, ફાઇબર વધુ હોય એ જુઓ

નવી દિલ્હી તા. ર૭ : જો તમે કમરનો ઘેરાવો ફેલાય નહીં એવું ઇચ્છતા હો તો ડાયટ-કન્ટ્રોલ બહુ જરૂરી છે. અલબત્ત, હેલ્ધી ડાયટ માટે જો તમે માત્ર જે-તે ચીજમાં રહેલી કેલરી જ ગણતા હો તો એ નહી ચાલે જે તે ચીજમાં રહેલા ફાઇબર-કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને એનો ભોજનમાં સમાવેશ કરશો તો વાંધો નહી આવે.

અમેરિકાની જયોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે વેઇટ જાળવી રાખવું હોય તો ફાઇબર યુકત ચીજોનો ઉપયોગ વધારો. કુદરતી લીલા શાકભાજી, ફળો, ધાન્ય અને હોલગ્રેઇનમાં ફાઇબર સારીએવી માત્રામાં હોય છે. ફાઇબર યુકત ચીજોના સેવનથી બ્લડ-શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહેશે એટલું જ નહીં, આંતરડાનું સ્વાસ્થ્ય પણ સુધરશે. ઇન્ડિયન અને વેજિટેરિયન ડાયટમાં ફાઇબરનું પ્રમાણ સારૂ એવું હોય છે, જયારે વેસ્ટર્ન ડાયટમાં ફાઇબર ઓછું હોય છે. ફળો, શાકભાજી, કઠોળ, દાળ, હોલગ્રેઇન જેવી ચીજોનું નિયમિત સેવન પાચનને લગતા ઇરિટેબલ બોવેલ. ડિસીઝનું નિવારણ કરી શકે છ.ે

(11:42 am IST)