Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કંઇ પણ નવું શીખવું હોય તો ટીનેજ બેસ્ટ ઉંમર છે

લંડન તા. ર૭ :.. બાળક બે કલાકનું હોય ત્યારથી તેની શીખવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જો કે શીખેલું રીકોલ કરવાની ક્ષમતાં થોડાક મહિનાઓ પછીથી વિકસે છે. નેધરલેન્ડસની લેઇડન યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે જો તમારે જીવનમાં લાંબા ગાળે કામ લાગે એવી નવી સ્કિલ્સ શીખવી હોય તો એ માટે ટીનેજ બેસ્ટ છે. આ એ સમયગાળો છે જેમાં છોકરા-છોકરીઓ તેમની સાથે થતા અનુભવો અને તેમની આસપાસ થતી ઘટનાઓમાંથી ખૂબ શીખે છે. જોકે આજકાલ ટીનેજર્સ બીજાનું જોઇને ખોટી આદતો, દારૂ-સિગારેટની લતે અને બેફામ જીવન જીવે છે કેમ કે આ ગાળા દરમ્યાન તેમના મગજનો રિવોર્ડ સાથે સંકળાયેલો ભાગ બહુ સક્રિય હોય છે. ટીનેજર્સને અમુક-તમુક કામ કે બિહેવિયર માટે શું ઇનામ કે વળતર મળશે એ વિશેષ પસંદ આવે છે. આ જ કારણોસર તેઓ શોર્ટ ટર્મ પ્લેઝર તરફ જલદી આકર્ષાય છે. નેધરલેન્ડસના નિષ્ણાતોનું કહેવું છે જો ટીનેજ દરમ્યાન તેમને લાંબા ગાળે થતા ફાયદા વિશે જાગૃત કરી શકાય તો તેઓ સારી બાબતો શીખી શકે. આખા જીવન દરમ્યાન મગજની નવી માહિતી ગ્રહણ કરવાની, વિશ્લેષણ કરવાની અને યાદ રાખવાની ક્ષમતા દરેક વયે અલગ-અલગ હોય છે. ટીનેજનો ગાળો આ બાબતમાં શ્રેષ્ઠ કહેવાય છે.

(11:41 am IST)