Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બલુચિસ્તાનમાં બસ ખાડીમાં ખાબકતા 9 પાકિસ્તાની નેવી સૈનિકોના મૃત્યુ: 29થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: દક્ષિણ બલુચિસ્તાન પ્રાંતમાં મંગળવારના રોજ એક બસ ખાડીમાં પડી જવાની ઘટનામાં તેમાં સવાર પાકિસ્તાની નૌસેનાના ઓછામાં ઓછા  9 સુરક્ષાકર્મીઓના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ 29 જેટલા શખ્સોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

                     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બસ ગ્વાદર જિલ્લાના ઓરમારા  વિસ્તારથી કરાચી  જઈ રહી હતી અને સૈનિકો પોતાની રજાઓમાં ઘરે જઈ રહ્યા હતા. દુર્ઘટના  બ્રેક ફેઈલ થઇ હોવાના કારણોસર સર્જાઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:49 pm IST)
  • અમદાવાદમાં સતત અકસ્માતો સર્જાતા બીઆરટીએસ બસોની સ્પીડ લિમિટ ૫૦ કિમિ કરી નાખવામાં આવી છે. access_time 8:06 pm IST

  • અજિત પવાર વિરૂઘ્ધનો એકપણ કેસ હટાવવામાં આવ્યો નથી : અમિતભાઇ શાહની સ્પષ્ટ વાત : મીડિયા દ્વારા આ ખોટો પ્રચાર છે ,એવો એકપણ કેસ મારી પાસે લાવો જેમાં અજિત પવાર સામેલ હોય અને તે કેસ પાછો ખેંચવામાં આવ્યો હોય,હું એનો જવાબ આપીશ,સત્તાવાર રીતે કોર્ટના કારણે લેવાયેલ નિર્ણંય છે જેમાં ક્યાંય અજિત પવાર સામેલ નથી access_time 12:59 am IST

  • શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રીપદે શપથવિધિ સમારોહમાં હાજરી આપવા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,અને ડીએમકેના પ્રમુખ સ્ટેલીનને આમંત્રણ આપવામાં આપ્યું છે access_time 9:06 pm IST