Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

દક્ષિણી અફઘાનિસ્તાનમાં વિદેશી સેનાઓના હવાઈ હુમલામાં નવ તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણી કંધાર પ્રાંતમાં વિદેશી સેનાઓના હવાઈ હુમલામાં નવ તાલિબાની આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.તેમજ અન્ય 6ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસ સૂત્રોદ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

        પોલીસ પ્રવક્તા જમાલ નાસિર બારકાજીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  સેનાઓએ મેવાદ જિલ્લામાં ચોલાવાક જિલ્લામાં ગઈ કાલ રાત્રે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો  જેમાં નવ તાલિબાની આતંકવાદી મોતને ભેટ્યા છે તેમજ 6ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:41 pm IST)