Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અઢી કિલોના શ્વાને કારને રિવર્સ ગિયરમાં મૂકી દેતાં સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા

ન્યુયોર્ક,તા.૨૭:અમેરિકાના લ્યુસિયાના સ્ટેટમાં ગયા શુક્રવારે પાંચ પાઉન્ડ એટલે કે અઢી કિલો વજનના એક ચહુઆહુઆ શ્વાને એવું કામ કર્યું કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા. સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી) કારમાંથી એની માલિક ઊતરી ત્યારે એમાં નાનકડું ચહુઆહુઆ ડોગી બેઠું હતું. અચાનક એ કાર પાછળની દિશામાં દોડવા માંડી. ચાર લેનનો હાઇવે ક્રોસ કરીને ગેસ સ્ટેશન પાસે કાર ઊભી રહી ત્યારે સૌના શ્વાસ હેઠા બેઠા હતા. કાર પાછળની દિશામાં દોડતી હતી ત્યારે એનો પીછો કરતાં-કરતાં કારની માલિક મહિલા હાંફીને ઈજા પામી હતી. હકીકતમાં કારમાં મિકેનિકલ પ્રોબ્લેમ હોવાને કારણે બ્રેક દબાવ્યા વગર ગિયર બદલાતાં હતાં. એ દ્યટના પછી પોલીસે લ્યુસિયાના સ્ટેટમાં કારમાં પાળેલાં પ્રાણીઓ મૂકીને બહાર નીકળવા બાબતે ચેતવણી બહાર પાડી હતી. પાછળની દિશામાં દોડતી કારને જોઈને ગોઝ બોલેવર્ડ પમ્પ ખાતે આશ્યર્ય સાથે અચંબો વ્યકત કરતી એની માલિક મહિલાને દર્શાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

(3:33 pm IST)