Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

૭૧ લાખ રૂપિયાનું ઇનામ જીતવા ૩૦૦ દુલ્હનો રેસમાં ઊતરી

બેગકોક,તા.૨૭:થાઇલેન્ડની રાજધાની બેન્ગકોકમાં રવિવારે એક વિશિષ્ટ રેસ થઈ. લગ્નોત્સુકો માટે આ ખાસ ઉત્સુકતા જગાવતી રેસ હતી. ગયા વર્ષે જયારે આ રેસ યોજાયેલી ત્યારે એમાં ૧૦૦ યુવતીઓએ ભાગ લીધો હતો. જોકે આ વર્ષે તો એની લોકપ્રિયતા ચરમસીમા પર હોય એવું લાગ્યું. એન્યુઅલ રેસમાં વેડિંગ પેકેજ જીતવાનો મોકો હોય છે. જે યુવતી જીતે તે ભવ્યાતિભવ્ય રીતે લગ્ન કરવાનું સપનું પૂરું કરી શકે છે. આ રેસમાં જો દુલ્હાઓ દોડવા માગે તો તેઓ પણ દુલ્હનોની સાથે દોડી શકે છે.

આ રેસ જીતનારને ૭૧ લાખ રૂપિયાનું વેડિંગ પેકેજ ફ્રી મળે છે અને એની શરત એ હોય છે કે શહેરની ગલીમાં તેમણે દુલ્હનના વેશમાં દોડવાનું છે.

(3:33 pm IST)