Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

૫૦ ટન ફૂટ, ૫૦૦૦ લોકો અને ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટની કાર્પેટ

દુબઈ ફેસ્ટિવલ સિટીના પાર્કિંગમાં રવિવારે એક જ કલાકમાં હજારો લોકોએ ભેગા થઈને જાયન્ટ જાજમનો રેકાર્ડ બનાવ્યો હતો. આ પહેલાંનો વિશાળકાય કાર્પટનો રેકાર્ડ ત્રણ વર્ષ પહેલાં ઇટલીમાં બન્યો હતો. આ વખતે દુબઈમાં આ સાહસ ખેડાયું હતું. એમાં ૧૫૦ દેશોના ૫૦૦૦ વોલન્ટિયર્સે ભાગ લીધો હતો. એ માટે વપરાયેલા મોટા ભાગના ફૂલો બેન્ગલોરથી દુબઈ મોકલવામાં આવ્યા હતા. એક જ કલાકમાં વોલન્ટિર્સ ફૂલોનું એવું બિછાનું તૈયાર કરી દીધું જે જોવામાં તો નયનરમ્ય હતું જ, પણ સાથે વિવિધ દેશોની લાક્ષણિતાઓ પણ એ કૂલોની પથારીના વિવિધ ભાગોમાં છતી થતી હતી. લગભગ ત્રણ દિવસ સુધી ફૂલોની કાર્પેટ લોકોને જોવા માટે રાખવામાં આવનારી છે.

(3:32 pm IST)