Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

બ્રિટનની પોલીસનો બાઇકર્સ ગેંગને પકડવા નવતર પેતરો :પાછળથી બાઇકને ટક્કર મારી

બ્રિટનમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે બાઇકર્સ ગેંગને પકડવા માટે અનોખી યુક્તિ અજમાવી છે. જેમાં તેઓ બદમાશોની ગાડીઓને પાછળથી ટક્કર મારી પાડી દે છે અને ત્યારબાદ પકડી લે છે. આ યુક્તિને 'ટેક્ટિકલ કોન્ટેક્ટ'નું નામ આપવામાં આવ્યું છે. જેને પગલે બ્રિટનમાં બાઇક સવારોના ગુનામાં 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ પોલીસ આવા ગુનેગારોને દોડીને પકડતી હતી, જેમાં ભારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે તો પોલીસને પણ થોડી રાહત થઇ છે

(12:41 am IST)