Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

આ સાપને વાઇનના ગ્લાસમાં જ બહુ ગમી ગયું

એક ર્સ્પમિત્રએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક તસવીર શેક કરી છે. એમાં લગભગ ત્રણ ફુટ લાંબો લાલ પેટ ધરાવતો કાળો સાપ ગૂંચળુ઼ વળીને એક વાઇનના ગ્લાસમાં ઘુસી ગયો છે. ઓસ્ટ્રેલિયાના એડીલેડની આ ઘટના છેે. જયારે સર્પમિત્રોને સાપ પકડવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે આ સાપ આ રીતે વાઇનના ગ્લાસમાં બેસી ગયેલો. પકડનારાઓએ સાપને ગ્લાસની બહાર લાવવાની ઘણી કોશિશ કરી, પણ એ ગૂંચળું વળીને અંદર જ પડી રહેતો હતો. સર્પમિત્રનું કહેવું છે. કે મોટા ભાગે સાપ જયારે અળવીતરી જગ્યાએએ ફસાયા હોય ત્યારે જ એને પકડવામાં વાર લાગતી હોય છે. પરંતુ આ સાપને નિરાંતે ગ્લાસમાં બેસવું હતું એટલે તેને પકડીને કોથળામાં પૂરવાની ઇચ્છા જ નહોતી થતી.

(3:49 pm IST)