Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

સુક્ષ્મ ગ્રહ ૨૦૨૩માં પૃથ્વી પર પડી શકે છેઃ નાશા

હિરોશીમાં ઉપર ફેકવામાં આવેલ અણુ બોંબથી ૧૫૦૦ ગણો શકિતશાળી

 જાપાનના હિરોશીમાં -નાગાસાકી ઉપર ફેકવામાં આવેલ પરમાણુ બોંબથી ૧૫૦૦ ગણો શકિતશાળી સક્ષ્મ ગ્રહ ૨૦૨૩માં પુથ્વી ઉપર પ્રહાર કરી શકે છે તેમ નાસાએ ચેતાવણી જાહેર કરતા જણાવેલ કે નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી મુજબ સુક્ષ્મ ગ્રુહ ૨૦૧૮ એલએફ૧૬૧૬ ને જુનમાં છેલ્લીવાર જોવામાં આવેલ . જેથી સ્પેસ બોલ્ડર ૨૧૧૭ પહેલા  પૃથ્વી સાથે ભટકાઇ શકે છે. આ ઘટના ૨૦૨૩ના ઓગસ્ટના પ્રથમ અઠવાડીયામાં બની શકે છે. હાલ આ સુક્ષ્મ ગૃહ ૩૩.૮૪૪ માઇલ પ્રતિકલાકની ઝડપે અંતરીક્ષમાં ફરી રહયો છે. આ સુક્ષ્મ ગ્રહ લંડનના બિગબેન કલોક ટાવરથી બે ગણો લાંબો અને સ્ટેચ્યુ ઓફ લીબર્ટીથી બે ગણો ઉંચો તથા ટ્રાફલગર સ્કેવરમાં નેલ્સન કોલમથી ૪ ગણો લાંબો છે. યુરોપીય સ્પેસ એજન્સી મુજબ ૩૩૦ ફુટ વ્યાસથી વધુનો સુક્ષ્મ ગ્રહ સામાન્યરીતે ૧૦૦૦ વર્ષોમાં ફકત એકવાર પૃથ્વીનો પાથ ક્રોસ કરે છે.

(3:32 pm IST)