Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

તાજેતરમાં થયેલ એક સંશોધન મુજબ ડેટા સંગ્રહ પણ ગ્લોબલ વોર્મિંગ માટે છે જવાબદાર

નવી દિલ્હી: કહેવાય છે કે એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે પરંતુ તે આબોહવા પરિવર્તનના પણ યોગદાન આપે છે. હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ નવા પ્રકારના સર્વેએ આપણને સૌને આપણી ડેટા સંગ્રહિત કરવાની ટેવ બાબતે ચેતવ્યા છે. સંશોધનકર્તાઓએ ચેતવણી આપી છે કે, વિશ્વભરના સર્વર્સ પર લાખો અનાવશ્યક ફોટો તેમજ વીડિયોની સ્ટોરિંગ ટલું બધુ કાર્બન ફૂટપ્રિન્ટ બનાવે છે કે જે એરલાયન ઈન્ડસ્ટ્રીની જેટલું છે. બ્રિટનમાં એક વયસ્ક દર વર્ષે આશરે 900 ફોટા પાડે છે. આ સંશોધન કરનારી સંસ્થા ઈન્સ્ટીટયુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીનું અનુમાન છે કે બ્રિટનનો નાગરિક વર્ષ દરમ્યાન લગભગ 900 ફોટા પાડે છે અને જેમાંથી દરેકમાંથી સરેરાશ પાંચ ફોટા ઓનલાઈન પોસ્ટ કરે છે. સ્ટોરેજમાં ભેગી થયેલી ડુપ્લીકેટ તેમજ ન જોઈતી હોય તેવી તસવીરો દરેક વ્યકિતદીઠ દર વર્ષે 10.6 કીલો કાર્બન ઉત્સર્જન જમા કરે છે. આ ઉત્સર્જન વ્યકિતના સર્વર પર જમા થયેલ ડેટાના ઉપયોગની ઉર્જા અને ડેટા સ્ટોરથી થયેલા કાર્બ ફૂટપ્રિન્ટ પર આધારિત છે. જેને સંશોધકોએ ડર્ટી ડેટા નામ આપ્યું છે. જેમાં ન જોઈતો ડેટા સ્ટ્રચિંગ અને ડાઉનલોડ ઈમેઈલ મેસેજનું સ્ટોરેજ પણ સામેલ છે.

 

 

(6:49 pm IST)