Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નાસાએ કર્યું અનોખું સંશોધન:ચંદ્રની સપાટી પર પૂરતી માત્રામાં પાણી હોવાનો દાવો

નવી દિલ્હી: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પૂરતી માત્રામાં પાણી હોવાનો દાવો કર્યો છે. નાસાના જણાવ્યા મુજબ પાણી ચંદ્રના હિસ્સામાં ઉપસ્થિત છે જ્યાં સૂરજનો પ્રકાશ પહોંચે છે. મોટી શોધે ચંદ્ર પર ભવિષ્યમાં હાથ ધનારા માનવ મિશનને મોટી તાકાત મળશે. તેનો ઉપયોગ પીવા અને રોકેટ એન્જિન ઇંધણ ઉત્પાદન માટે પણ કરી શકાશે. પાણીની શોધ નાસાની સ્રે( ટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા)કરી છે.

           નાસા મુજબ, સોફિયાએ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત, પૃથ્વીથી દેખાતાં સૌથી મોટા ખાડામાંથી એક ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓની ભાળ મેળવી છે. પહેલા થયેલા અધ્યયનોમાં ચંદ્રની સપાટી પર હાઇડ્રોજનના કેટલાક રૂપની જાણ થઈ હતી, પરંતુ પાણી અને તેના નજીકના સંબંધી મનાતા હાઇડ્રોક્લિલની શોધ નહોતી થઈ શકી. વોશિંગટનમાં નાસા હેડક્વાર્ટરમાં વિજ્ઞાન મિશન નિદેશાલયમાં એસ્ટ્રોફિજિક્સ ડિવીઝનના નિદેશક પૉલ હર્ટ્‌ઝે કહ્યું કે અમારી પાસે પહેલાથી સંકેત હતા કે એચટુઓ જેને આપણે પાણીના રૂપમાં જાણીએ છીએ તે ચંદ્રની સપાટી પર સૂર્ય તરફ ઉપસ્થિત હોઈ શકે છે. હવે અમે જાણીએ છીએ કે તે ત્યાં છે. શોધ ચંદ્રની સપાટીની અમારી સમજનો પડકાર આપે છે. તેનાથી આપણને ગહન અંતરિક્ષ અન્વેષણ કરવાની પ્રેરણા મળે છે.

(6:43 pm IST)