Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

તુર્કી પછી પાકિસ્તાન તકનો લાભ લઇ ઇસ્લામિક દુનિયાના નેતા બનવાના પ્રયાસ કરી રહ્યું છે

નવી દિલ્હી: મહંમદ પેગંબરનાં કાર્ટૂન દેખાડવાં બદલ ફ્રાન્સના એક શિક્ષકની હત્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ જે નિવેદનો આપ્યાં તેના કારણે ઘણા મુસ્લિમ દેશો નારાજ થઈ ગયા છે. તુર્કી પછી હવે પાકિસ્તાન પણ તકનો લાભ લઇ ઇસ્લામિક દુનિયાના નેતા બનાવાના પ્રયાસ કરી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના નિવેદનને પાકિસ્તાનમાં પણ રોષ વધી રહ્યો છે. પાકિસ્તાનની સંસદમાં સોમવારના રોજ મેક્રોંના નિવેદનને ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપતું ઠેરાવામાં આવ્યું અને ફ્રાન્સ સાથેના રાજકીય સંબંધનો અંત લાવાની પણ માગ ઉઠી છે.

             પાકિસ્તાનના બંને સદનમાં મુદ્દે નિર્વિરોધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. પ્રસ્તાવ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ રજુ કર્યો હતો. વિપક્ષી દળોએ પણ ફ્રાન્સને લઇને પ્રસ્તાવ પાસ કર્યો અને ફ્રાન્સમાંથી પાકિસ્તાનના રાજદૂતને પાછા બોલાવવાની માગ કરી.

(6:42 pm IST)