Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બોલો, સાબુના બબલને આ ભાઇએ ૨૯૦ વાર રમાડ્યું

લંડન,તા. ૨૭: સાબુનું ફીણ થયા પછી એના કોઈ એક બબલને ફૂંક મારો તો એમાંથી મોટો બબલ થાય. જોકે આ બબલ ક્ષણભંગુર હોય. ઘડીમાં બને અને પલકવારમાં એ પરપોટો ફૂટી જાય. જોકે તાઇવાનના ચેન્ગ યુ ટે નામના એક સ્ટુડન્ટે એક બબલને એટલી નજાકતતી હાથમાં રમાડ્યું કે એનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બની ગયો. ચેન્ગભાઈએ એક બબલને હાથમાં સહેજ થપકી આપીને ૨૯૦ વાર ઉછાળ્યું હતું. લગભગ સવા બે મિનિટથી વધુ સમય સુધી આ બબલ ચેન્ગભાઈના હાથમાં રમતું રહ્યું હતું.

(11:50 am IST)