Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

તમારી હાઇટ વધુ છે ? તો ચેતો કેન્સર થવાનું રિસ્ક પણ વધુ છે

ન્યુયોર્ક તા ૨૭ :  સવાપાંચ કે સાડાપાંચ ફુટથી વધુ હાઇટ હોય તો પર્સનાલીટી સારી ન પડે. વધતી જતી હાઇટની સાથે શરીરના સ્વાસ્થયમાં પણ  જોખમમાં વધ-ઘટ થાય છે. અમેરિકાની પુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સાયન્ટિસ્ટોનું કહેવું છે કે વ્યકિતની હાઇટ પણ કેન્સરનું જોખમ નક્કી કરવાનું એક પરિમાણ છે. બ્રિટન, અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રિયા, નોર્વે અને સ્વીડનમાં મોટા પાયે થયેલા અભ્યાસમાં આ  તારણ નીકળ્યું છે. અભ્યાસકર્તાઓએ ૧૦,૦૦૦ કેન્સરના દરદીઓનો અભ્યાસ કરછનેતારવ્યું છે કે જે પુરૂષોની હાઇટ પાંચ ફુટ સાત ઇંચથી વધુ અને જે મહિલાઓની હાઇટ પાંચ ફુટત્રણ ઇંચથી વધુ હોય તેમની ઓછી હાઇટ વાળા લોકો કરતા કેન્સરની સંભાવના દસ ટકા વધુ હોય છે. દર ચાર ઇંચ હાઇટમાં વધારો થતાં કેન્સરના જોખમમાં બીજા દસ ટકાના જોખમનો વધારો થાય છે.

(4:31 pm IST)