Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

આવુ કરવાથી દાંત આવતી વખતે બાળકને નહિં થાય દર્દ

દાંત આવવાની પ્રક્રિયા બાળક માટે ખૂબ જ કષ્ટદાયક હોય છે. આ દરમિયાન બાળકોના પેઢા ફુલાવા લાગે છે. ત્યારે તેમાં ખંજવાળ આવવાની સાથે દર્દ પણ થાય છે. જેના કારણે તે ખૂબ જ હેરાન રહે છે. તો જાણો અમુક ઉપાય જેના દ્વારા તમે બાળકને આ મુશ્કેલીમાંથી રાહત અપાવી શકો છો.

રાત્રે બાળકને દૂધ પિવડાવ્યા બાદ પાતળા અને મુલાયમ કપડાથી હળવા હાથે તેનું મોઢુ સાફ કરવુ. તેનાથી દૂધના કણ મોઢામાં જમા થતા નથી અને કેવિટીની સમસ્યા પણ થતી નથી. તેનાથી દાંત બહાર આવવાની પ્રક્રિયા પણ સરળ બની જશે.

દિવસમાં બે વાર બાળકના પગના તળિયાનું માલિશ કરવું. તમારા અંગૂઠાથી પગને હળવે-હળવે દબાવી મસાજ કરવું. ૫ મિનીટ એવુ કરવાથી તેને દર્દમાં રાહત મળી જશે.

બાળકના પેઢા પર મધ લગાવી આંગળીથી માલિશ કરવું. તેનાથી પેઢા નરમ થઈ જશે અને દાંત બહાર આવવામાં પણ સમસ્યા નહિં થાય.

બાળકને ખાવા માટે ગાજર અથવા સફરજનનો ટુકડો આપો. તેનાથી પેઢામાં થતા દર્દથી આરામ મળશે અને દાંત સરળતાથી બહાર આવશે.

 

(9:50 am IST)