Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વિચારો!! ચીકુ સ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદાકારક

ચીકુ એક મીઠુ અને સ્વાદિષ્ટ ફળ છે. ચીકુમાં ક્ષાર અને વિટામીન-સી ઓછુ હોય છે. ચીકુમાં વિટામીન, મિનરલ્સ અને શુગર જેવા સુક્રોઝ અને ફ્રુકટોઝ પણ હોય છે. જે તમને એનર્જી આપવાનું કામ કરે છે અને તમારા શરીરને ફ્રી રેડિકલ્સ જેવી વસ્તુઓથી બચાવે છે. ચીકુના સેવનથી શરીરને અનેક લાભ મળે છે.

 ચીકુમાં વિટામીન-એ ભરપુર માત્રામાં હોય છે. તેમજ ફોસ્ફરસ અને લોહ પણ સારી એવી માત્રામાં હોય છે.

 ચીકુમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. ચીકુ ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત તે મોટાપો દૂર કરવામાં પણ મદદ કરે છે.

 દરરોજ ચીકુનું સેવન હૃદય અને રકતવાહિનીઓ માટે ફાયદાકારક છે. તાવ આવે ત્યારે ચીકુ ખાવાથી ફાયદો થાય છે. તેનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.

 ચીકુ ખાવાથી ફેફસાના કેન્સરમાંથી છૂટકારો મળે છે. તેમજ અનિમીયા નામના રોગને પણ નિયંત્રીત કરે છે. ચીકુ કિડની અને હૃદય રોગ રોકવા માટે પણ ઉપયોગી છે.

 જો પેટમાં બળતરાની સમસ્યા થતી હોય, તો દરરોજ ચીકુ ખાવાથી સમસ્યામાંથી છૂટકારો મળશે. ચીકુ શકિતવર્ધક હોવાની સાથે શરીરમાં માંસ અને ચરબીને પણ વધારે છે.

 ચહેરાની સુંદરતા માટે પણ ચીકુનું સેવન કરવંુ. તેનાથી ચહેરાની ગંદકી દૂર થાય છે, સાથે ચહેરા પર નિખાર પણ આવે છે. ચીકુના સેવનથી ચહેરા પર ઝડપથી કરચલી થતી નથી.

(9:49 am IST)