Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોરોના વાયરસના સંક્રમણને લઈને ડબ્લ્યુએચઓએ આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકામાં કોરોના વાયરસના કેસનો આંકડો સાત મિલિયન આંક પાર થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization)એ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. જો સંક્રમણને રોકવાના ઉપાયો ઝડપથી કરવામાં નહીં આવે તો કોરોના વાયરસના કારણે વૈશ્વિક મૃત્યુ દર બમણો થઇ શકે છે.

 

                 WHOના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયન એ કહ્યું, કોરોના વાયરસ આવ્યા બાદ અત્યાર સુધીમાં એક મિલિયન લોકોના મૃત્યુની પહેલાથી જ એક ભયાનક સંખ્યા છે આ પહેલા કે આપણે બે મિલિયન (20 લાખ) પર પહોંચીએ આપણે તેને કંટ્રોલ કરવા માટે ધ્યાન આપવાની જરૂરીયાત છે.

(6:01 pm IST)