Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સંરક્ષણ ક્ષેત્રે ઇઝરાયલ-ભારત સાથે મળીને કરી શકે છે હાઈટેક હથિયારોનું ઉત્પાદન

નવી દિલ્હી: સંરક્ષણ ક્ષેત્રે ભારત અને ઈઝરાયેલ પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરવાના રસ્તે જઈ રહ્યા છે.બંને દેશોએ સાથે મળીને હાઈટેક હથિયારોના ઉત્પાદન માટેની યોજના બનાવી છે. ભારત અને ઈઝરાયેલે આ યોજનાને અંજામ આપવા માટે બંને દેશના અધિકારીઓનુ એક ગ્રૂપ પણ બનાવ્યુ છે.આ ગ્રૂપનુ મુખ્ય કામ ટેકનોલોજી ટ્રાન્સફર, હથિયારોનુ સંયુક્ત ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનુ સંશોધન તેમજ હથિયારોની ત્રીજા દેશને ભેગા થઈને એક્સપોર્ટ કરવાનુ રહેશે.

                  ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ ભારતને હથિયાર સપ્લાય કરનારા દેશોની યાદીમાં ચોથા ક્રમ છે.ભારતને ઈઝરાયેલ દર વર્ષે એક અબજ ડોલરના હથિયારો વેચે છે.એક ભારતીય અધિકારીનુ કહેવુ છે કે હવે જ્યારે ભારતનુ ડિફેન્સ સેક્ટર પણ મજબૂત થઈ રહ્યુ છે ત્યારે બંને દેશો વચ્ચે ઉત્પાદનમાં પણ ભાગીદારી વધારવામાં આવે તે જરુરી છે.ઈઝરાયેલ મિસાઈલ, સેન્સર, સાયબર સિક્યુરિટી સહિતની ડિફેન્સ સિસ્ટમમાં દુનિયામાં આગળ પડતો દેશ છે.

(6:00 pm IST)