Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

તાઝી હવા ખાવા માટે આ મહિલાએ વિમાનના ઇમરજન્સી ગેટને ખોલી દીધો

નવી દિલ્હી: વિમાનની અંદર યાત્રીઓની અજીબોગરીબ હરકતો થતી રહે છે કોઈ નવી વાત નથી હાલમાં બનેલ એક ઘટના  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનમાં એક મહિલાએ અજીબોગરીબ હરકત કરી છે અને તેમના વર્તનના કારણે  બધા યાત્રીઓ મુસીબતમાં મુકાઈ ગયા છે  મહિલાએ ખુલ્લી હવામાં શ્વાસ   લેવા માટે વિમાનના ઇમરજન્સી ગેટને ખોલી દીધો હતો.

ચીનના  વુહાનથી લેનઝોઉ શહેરની તરફ જતા પ્લેનમાં એક ચીનની મહિલાને ગભરામણ થતા તેમને વિમાનની અંદર ઇમરજન્સી દરવાજો ખોલી દીધો હતો ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(7:46 pm IST)