Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ફિલિપાઇન્સમાં બેરોજગાર થયેલ લોકોને આપવામાં આવે છે મફત સાયકલ

નવી દિલ્હી: દુનિયાભરની જેમ ફિલિપાઇન્સમાં પણ કોરોના અને લૉકડાઉનના કારણે હજારો લોકોની નોકરી ગઇ. રોનાલ્ડો રોજેરિયો પણ તેમાંથી એક છે. તે લોકલ ફૂડ ચેન સાથે જોડાયેલો હતો. પત્ની અને 2 મહિનાના પુત્રની સારસંભાળ માટે તેણે સાઇકલ ભાડે લઇને રાઇસ કેક વેચવાનું કામ શરૂ કરી દીધું પણ કમાણીનો મોટો હિસ્સો સાઇકલના ભાડા અને તેની મરામતમાં ખર્ચાઇ જતો. એવામાં તેને 'કરેજ ટુ બી કાઇન્ડ' ફાઉન્ડેશનમાંથી એક નવી સાઇકલ મળી. આ ફાઉન્ડેશને વન બાઇક એટ અ ટાઇમ પહેલ હેઠળ અત્યાર સુધીમાં રોનાલ્ડો જેવા 50થી વધુ જરૂરિયાતમંદોની મદદ કરી છે. આ પહેલ પાછળ દંપતી ગ્લેન્ડા અને જ્યોર્જ કૈનલસ છે. કામ માટે સાઇકલ લઇ જવાની અને પછી મૂકી જવાની પણ વ્યવસ્થા છે. જાહેર પરિવહન બંધ હોય અને બીજી કોઇ વ્યવસ્થા ન હોય તો જરૂરિયાતમંદોને આનાથી મોટી મદદ મળી છે.

(6:31 pm IST)