Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપના કારણોસર 155થી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી સંસ્થા OCHAએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 6 તીવ્રતાના ભૂકંપ બાદ આશરે 250 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાની સરહદ પાસે આવેલા પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં ભૂકંપની અસર સૌથી વધું અસર જોવા મળી હતી. આ વિસ્તારોમાં ભૂકંપથી લોકોના ઘરપડી ગયા અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ હતી. અફઘાનિસ્તાનના ગયાન જીલ્લામાં આવેલા પક્તિકા વિસ્તારમાં સૌથી વધું બાળકોના મોત થયા હતા. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 1170 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે હજારો લોકો ઘવાયા છે. સંયુક્ત રાષ્ટ્રે ચેતાવણી આપતા કહ્યું કે ઈજાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. ભૂકંપથી 65 બાળકો અનાથ થયા છે. અફઘાનિસ્તાનમાં વર્ષોથી ચાલતા યુદ્ધ અને ભૂખમરા વચ્ચે મોટી તીવ્રતાના ભૂકંપે ત્યાંના નાગરીકોની મૂશ્કેલીમાં વધારો કર્યો છે. આ પ્રકારની કુદરતી હોનારતમાંથી બેઠા થવું એ તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના સુશાસનનું ટેસ્ટ થશે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં અમેરિકા સહિત નાટો દળે અફઘાનિસ્તાનમાંથી તેમની સેનાની આખરી તૂકડી પરત બોલાવી લીધી હતી.

(6:46 pm IST)