Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બાળકના દરેક સવાલને ગંભીરતાથી સાંભળવો જોઈએ:એક સંશોધનમાં થયો ખુલાસો

નવી દિલ્હી: હાલની દુનિયામાં ઘણો અંધકાર છે અને બાળકોના મનમાં તેને લઈને ઘણાં બધા સવાલો છે. 2020માં અમેરિકામાં પોલીસની હિંસાને લઈ અનેક પ્રદર્શન થયા. મારા નાના દીકરા હૈંકને એ સમજમાં નથી આવતું કે કેમ સારા માણસો ક્યારેક ખરાબ કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી આપણે યુદ્ધ પર વાત કરી રહ્યા છીએ. અને વાતચીત તેનાથી આગળ ધર્મ પર પહોંચી અને અમે બંને જ એ વિચારવા લાગ્યા કે શું દુનિયાના તમામ અનિષ્ટ ભગવાનના અસ્તિત્વ પર સંશય કરવાના આધાર બની શકે છે. હું એક દાર્શનિક છું. મારા બાળકો હજુ ગ્રેડ સ્કૂલમાં છે. પરંતુ ડિનર દરમિયાન અમારી વચ્ચે થતી વાતચીત, મારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે થનારી ચર્ચાથી પણ સારી હોય છે. એક રાત્રે, હૈંક અને અને તેના મોટા ભાઈ રેક્સની વચ્ચે સત્યના સ્વભાવ પર ચર્ચા શરૂ થઈ. રેક્સે કહ્યું, ટ્રમ્પ એક ખરાબ રાષ્ટ્રપતિ છે. હૈંકનો જવાબ હતો, તેઓ આપણા માટે ખરાબ રાષ્ટ્રપતિ છે પરંતુ જે લોકો તેને પસંદ કરે છે તેના માટે તેઓ સારા રાષ્ટ્રપતિ છે. રેક્સે ભાર મૂક્યો, ના, તેઓ ખરાબ રાષ્ટ્રપતિ છે. પરંતુ હૈંક પણ અડગ રહ્યો, આપણા માટે તેઓ ખરાબ છે, પરંતુ તેને પસંદ કરનારાઓ માટે સારા છે. મેં પૂછ્યું, હૈંક, શું તું કહેવા માગે છે કે જે લોકો ટ્રમ્પને પસંદ કરે છે તેઓ તેમને સારા માને છે…પરંતુ તેઓ ખોટા છે? હૈંકે ભાર મૂકીને કહ્યું, ના, તેઓ વિચારે છે કે ટ્રમ્પ સારા છે અને આપણે વિચારીએ છીએ કે તેઓ ખરાબ છે. આ વાતોમાં સત્ય કે અસત્યનો નિર્ણય કેવી રીતે થઈ શકે…અને શું આપણે સૌ માટે સત્ય એક જ છે કે આપણે આપણા સૌનું અલગ સત્ય છે. હું આશા રાખું છું કે આ બાળકો આવી જ રીતે ચર્ચા કરવાનું ચાલુ રાખે. હું ઈચ્છું છું કે તેઓ દુનિયા વિશે ઊંડાણથી વિચારે. સત્ય, ન્યાય અને ભગવાન જેવા મોટા સિદ્ધાંતો પર ગંભીરતાથી વિચાર કરે. પરંતુ રિસર્ચ કહે છે કે જેમ-જેમ બાળકો મોટા થતા જાય છે આ પ્રકારની વાતચીત બંધ થઈ જાય છે. 3થી 8 વર્ષના નાના બાળકો અનેકવાર પોતાનાથી દર્શન સાથે જોડાયેલા સવાલ ઉઠાવે છે…જેમ કે, દુનિયાનું અસ્તિત્વ કેમ છે? મૃત્યુ બાદ કેવું લાગે છે? મારું જીવન સપનામાં ચાલી રહ્યું છે? તેમની ઉંમર વધે છે તેમ તેમને ચિંતા થવા લાગે છે કે બીજા તેમના વિશે શું વિચારશે. તેઓ મૂર્ખ નથી દેખાવા માંગતા કે ખોટા સાબિત નથી થવા માંગતા. તેઓ જુએ છે કે તેમની આસપાસના મોટા લોકો દુનિયાનું અસ્તિત્વ કેમ છે? જેવી વાતો નથી કરતા.

(6:43 pm IST)