Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ટોક્યોના આ શહેરમાં રહેવા જતા ઇચ્છતા લોકોને સરકાર આપશે આટલી રકમની ભેટ

નવી દિલ્હી: જાપાનમાં એસોસિયેશન ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝના અધ્યક્ષ કાજુહિરો ટેડ્ડાએ કહ્યું કે ઓક્ટોબરમાં દેશમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જેનું કારણ શહેરી જીવનને મનાઈ રહ્યું છે. કેબિનેટ સચિવાલયના સરવેમાં જાણવા મળ્યું છે કે કોરોનાનો ભય એટલો છે કે ટોક્યો અને તેની આજુબાજુનાં શહેરો કાનાગાવા, ચિબા અને સીતામાના

લગભગ 50% લોકો ગામડાંમાં વસવા માગે છે. આ સરવે 10 હજાર લોકો પર કરાયો હતો. બે વર્ષ પહેલાં કરાયેલા આવા જ સરવેમાં 23% લોકોએ ગામડાંમાં વસવા ઈચ્છા વ્યક્ત કરી હતી. સરકાર પણ આવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.

જે લોકો ટોક્યો મહાનગર વિસ્તાર છોડીને ગામડાંમાં વસવા માગે છે, સરકાર તેમને રૂ.21 લાખ આપશે. સરકારી સરવે અનુસાર 55% લોકો સારા કુદરતી વાતાવરણ માટે ગામડાંમાં રહેવા માગે છે. 16% લોકોએ કહ્યું છે કે તેઓ પૈતૃક ગામમાં વસવા માગે છે. તેના માટે સરકારે એક વેબસાઈટ પણ તૈયાર કરી છે. જેમાં લોકોને તેમના સમુદાયનાં ક્ષેત્રોની માહિતી અને ત્યાંની સબસિડીની માહિતી છે.

(6:06 pm IST)