Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ગૂગલે શરૂ કર્યો અનોખો પ્રોગ્રામ : ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, જર્મનીમાં સારા ન્યુઝ પબ્લીશર્સને ગૂગલ આપશે પૈસા

નવી દિલ્હી: ન્યુઝ પબ્લીશર્સ માટે ગૂડ ન્યુઝ છે. ગુગલે હવે સારા સમાચારો માટે ન્યુઝ પબ્લીશર્સને પૈસા આપવાની જાહેરાત કરી છે. ગુગલે આ પ્રોગ્રામની શરૂઆત હાલ ત્રણ દેશો ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ અને જર્મનીથી કરશે. આ વર્ષના અંતમાં આ યોજના શરૂ થઈ શકે છે.

     આ પ્રોગ્રામ અંતર્ગત ગુગલ હાઈ કવોલિટી કન્ટેન્ટ માટે પબ્લીશર્સને પૈસા આપશે. આ એક મોટો સંકેત છે કે ટેકનોલોજીની દિગ્ગજ કંપની પોતાનું બીઝનેસ મોડલ બદલીને મીડીયા સંસ્થાઓની સાથે બીઝનેસ કરવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ ગુગલ અને ફેસબુકને પ્રતિસ્પર્ધાના નિયમો અંતર્ગત પબ્લીશર્સને પેમેન્ટ કરવા માટે મજબૂર કરવા આગળની યોજના બનાવી છે. જયારે ફ્રાન્સે આમ કરવા માટે અગાઉથી જ આદેશ જાહેર કરી દીધા છે. ગુગલ ન્યુઝ પ્રોડકટના વાઈસ પ્રેસીડેન્ટ બ્રેડ બેન્ડરે જણાવ્યું હતું કે આ શરુઆત એક પરિવર્તન છે જેની મદદથી પબ્લીશર્સ હાઈ કવોલિટી કન્ટેન્ટથી પૈસા કમાઈ શકશે. એક અહેવાલો મુજબ ગુગલ પોતાના સબસ્ક્રીપ્શન ન્યુઝ વેબસાઈટથી કેટલાક આર્ટીકલ્સ વાંચકોને માટે વિનામૂલ્યે મુકશે.

(5:57 pm IST)