Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

બ્રાઝિલમાં 700 કિલોમીટર લાંબા વીજળીના ચમકારાએ રેકોર્ડ તોડ્યો

બ્રાઝિલમાં 700 કિલોમીટર લાંબા વીજળીના ચમકારાએ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: આકાશમાં થતી વીજળી અંગે એક નવો રેકાર્ડ નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં સૌથી લાંબા સમય સુધી અને લાંબા અંતરના ફલેશ રેકોર્ડ કરવામાં આવ્યા હતાં. યુનાઇટેડ નેશન્સના હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આ બે કેટગરીમાં ગયા વર્ષે રેકોર્ડ કરવામાં આવેલા આ ફલેશ વર્લ્ડ રેકોર્ડ છે.

 વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએમઓ)ના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ મેગાફલેશ અગાઉના રેકોર્ડથી વધુ મોટા અને વધુ અંતર પસાર કરનારા હતાં. દક્ષિણ બ્રાઝીલમાં ગયા વર્ષે 31 ઓક્ટોબરે આકાશમાં થયેલી વીજળીની લંબાઇ 700 કિમી હતી. એટલે કે વીજળની આ લંબાઇ બોસ્ટનથી વોશિંગ્ટન તથા લંડનથી સ્વિટ્ઝરલેન્ડના બસેલ જેટલી હતી.

(5:52 pm IST)