Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વિની ધ પૂએ ફેનને લખેલો પત્ર ૧૧.૩ લાખ રૂપિયામાં વેચાયો

લંડન,તા.૨૭ : ચિત્રકાર અર્નેસ્ટ હોવર્ડ શેપાડ દ્વારા લખાયેલો 'વિની ધ પૂ'ના ઓટોગ્રાફવાળો ૧૯૩૫ના વર્ષનો પત્ર ૧૫,૫૨૧ ડોલર એટલે કે લગભગ ૧૧.૩ લાખ રૂપિયાથી વધુના ભાવે વેચાયો છે, જે ઓંકશનર્સની અપેક્ષા કરતાં ત્રણગણી વધુ રકમ હતી.

આ પત્રમાં એ.એ.ના હેડલાઈન રીંછનું ચિત્ર અને મિલેની બુક સિરીઝ તેમ જ શ્રેષ્ઠ મિત્ર પિગલેટ સામેલ હતાં. પત્રમાં 'બફકિન્સ' નામના યુવાન ચાહકની જન્મદિવસની પાર્ટમાં હાજર નહીં રહી શકાય એ બદલ માફી માગવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે અમને ખૂબ જ દુઃખ છે કે અમે ઘણા દૂર જઈ રહ્યા હોવાથી તમારી પાર્ટમાં આવી શકીશું નહીં. અમને આમંત્રણ આપવા બદલ ગયા અઠવાડિયે જયારે આ પત્રની બોલી બોલાઈ ત્યારે આ પત્રના ૫૦૦૦ ડોલર ઊપજવાની આશા હતી, પરંતુ એ ૧૫,૫૨૧ ડોલરમાં વેચાયો હતો.

(11:31 am IST)