Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મક્કાશરીફમાં ખોદકામઃકબર પરની ઐતિહાસીક તકતીઓ અને કલાકૃતિઓ મળી

જીદદાહ,તા.૨૭ : સઉદી અરબના પવિત્ર શહેર મક્કાશરીફમાં એક કાર પાર્કીંગ બનાવવા માટે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન અબ્બાસિ ખિલાફતના અંત સમયન ડઝનબંધ કલાકૃતિઓ મળી આવી હતી. આ કલાકૃતિઓના કારણે દેશના પ્રવાસને ક્ષેત્રને મદદ મળશે ખોદકામ દરમિયાન મળી આવેલી ૨૪ કોતરણીકામ ધરાવતી કલાકૃતિઓને ભેગા કરતાં કબર પર મૂકવામાં આવતી એક તકતી તૈયાર થાય છે. જે મક્કાશરીફના જન્નત, માલા કબ્રસ્તાનમાંથી મળી આવ્યા હતા. આ ઐતિહાસીક કલાકૃતિઓ વર્ષ ૧૨૫૭ની છે. આ ખોદકામ દરમિયાન મળેલી કલાકૃતિઓને પ્રવાસન મંત્રાલયને સોંપી દેવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ કબ્રસ્તાન નજીકથી આવી જ એક તકતી મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં જ સઉદી અરબે ટુરિઝમ કમિશનને મંત્રાલયનો દરજ્જો આપ્યો હતો. મંત્રાલય આ કલાકૃતિઓનો ઉપયોગ કરી સઉદીમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માંગે છે. સઉદી સરકાર ૪ બિલીયન ડોલરના ટુરિઝમ ડેવલપમેન્ટ ફંડની જાહેરાત કરવાની પણ યોજના બનાવી રહી છે. 

(11:30 am IST)
  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 20,132 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5, 29,577 કેસ: 2,03,272 એક્ટિવ કેસ :કુલ 3,10,146 દર્દીઓ રિકવર થયા :વધુ 414 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,103 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 6368 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,59,133 થઇ: તામિલનાડુમાં નવા 3713 કેસ :દિલ્હીમાં વધુ 2948 કેસ નોંધાયા: તેલંગાણામાં નવા 1083 કેસ : કર્ણાટકમાં નવા 918 કેસ અને આંધ્ર પ્રદેશમાં 796 કેસ : ગુજરાતમાં નવા 560 કેસ અને ઉત્તર પ્રદેશમાં વધુ 606 કેસ નોંધાયા access_time 1:02 am IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડને આપ્યું ભારત વિરોધી નિવેદન, કહ્યું "કાશ્મીરીઓને તેમના અધિકારો અપાવવા માટે ભારત સરકારે જરુરી પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત બાઈડને નાગરિકતા સંશોધન કાયદો અને અસમમાં એનઆરસી લાગુ કરવાને લઈને પણ નારાજગી દાખવી છે" access_time 9:29 am IST

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં પ્રધાનોના સમૂહની બેઠક શનિવારે કોરોના અંગે મળી રહી છે access_time 11:43 pm IST